1 કાળવ્રત્તાંત 14 : 1 (GUV)
જ્યારે સૂરના રાજા હીરામે દાઉદને માટે મહેલ બાંધવાને તેની પાસે સંદેશિયા સાથે એરેજકાષ્ટ તથા કડિયા ને સુતારો મોકલ્યાં,
1 કાળવ્રત્તાંત 14 : 2 (GUV)
ત્યારે તેણે જાણ્યું કે યહોવાએ મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થપિત કર્યો છે, અને તેના ઇઝરાયલી લોકોની ખાતર મારા રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે.
1 કાળવ્રત્તાંત 14 : 3 (GUV)
દાઉદ યરુશાલેમમાં બીજી સ્ત્રીઓ પરણ્યો; ત્યાં તેને બીજા પુત્રો તથા પુત્રીઓ થયા.
1 કાળવ્રત્તાંત 14 : 4 (GUV)
યરુશાલેમમાં તેને થયેલા પુત્રોનાં નામ આ છે: શામ્મુઆ, શોઆબ, નાથાન, સુલેમાન;
1 કાળવ્રત્તાંત 14 : 5 (GUV)
ઈબ્હાર, અલિશુઆ, એલ્પેલેટ;
1 કાળવ્રત્તાંત 14 : 6 (GUV)
નોગા, નેફેગ, યાફીઆ;
1 કાળવ્રત્તાંત 14 : 7 (GUV)
આલિશામા, બેલ્યાદા તથા અલિફેલેટ.
1 કાળવ્રત્તાંત 14 : 8 (GUV)
જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે સર્વ પલિસ્તીઓ દાઉદની શોધ કરવા ચઢી આવ્યા. તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો.
1 કાળવ્રત્તાંત 14 : 9 (GUV)
પલિસ્તીઓએ રફાઈમનાં નીચાણના પ્રદેશમાં ધાડ પાડી.
1 કાળવ્રત્તાંત 14 : 10 (GUV)
એ વખતે દાઉદે ઈશ્વરની સલાહ પૂછી, “શું હું પલિસ્તીઓની વિરુદ્ધ ચઢાઈ કરું? તમે તેઓને મારા હાથમાં સોંપશો?” યહોવાએ તેને કહ્યું, “ચઢાઈ કર; હું તેઓને તારા હાથમાં સોપીશ.”
1 કાળવ્રત્તાંત 14 : 11 (GUV)
આ પ્રમાણે તેઓની સવારી “બાલ-પરાસીમ સુધી આવી પહોંચી, એટલે દાઉદે ત્યાં તેઓને હરાવીને નસાડ્યા. દાઉદે કહ્યું, “જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ યહોવાએ મારી આગળ મારા શત્રુઓનો સંહાર કર્યો છે.” એ માટે તેઓએ તે જગાનું નામ બાલ-પરાસીમ પાડ્યું.
1 કાળવ્રત્તાંત 14 : 12 (GUV)
[પલિસ્તીઓએ] પોતાના દેવોને ત્યાં પડતા મૂક્યા. દાઉદના હુકમથી તેઓને બાળી નાખવામાં આવ્યા.
1 કાળવ્રત્તાંત 14 : 13 (GUV)
પલિસ્તીઓએ ફરીથી બીજી વાર નીચાણના પ્રદેશમાં ધાડ પાડી.
1 કાળવ્રત્તાંત 14 : 14 (GUV)
દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ પૂછી. ઈશ્વરે તેને કહ્યું, “તું તેઓના ઉપર‍ ચઢાઈ કરીશ નહિ; પણ ચકરાવો ખાઇ તેમની પાછળ જઈને શેતૂરવૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર.
1 કાળવ્રત્તાંત 14 : 15 (GUV)
જ્યારે શેતૂરવૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખડખડાટ સંભળાય, ત્યારે તું બહાર નીકળી આવીને હુમલો કરજે, કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા માટે ઈશ્વર તારી આગળ ગયા છે.”
1 કાળવ્રત્તાંત 14 : 16 (GUV)
જેમ ઈશ્વરે તેને આજ્ઞા કરી હતી તેમ દાઉદે કર્યું, તેઓએ ગિબ્યોનથી છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો.
1 કાળવ્રત્તાંત 14 : 17 (GUV)
ત્યાર પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં ફેલાઈ ગઈ, અને યહોવાએ સર્વ પ્રજાઓ પર તેનો દાબ બેસાડ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: